Gujarati Grammar Test 2




ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ નંબર 2 માં 10 બહુ વૈકલ્પિક પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવેલો છે. આ ટેસ્ટમાં આ ટેસ્ટમાં લેવામાં આવેલા દસ પ્રશ્નો ગુજરાત ગવર્મેન્ટ ની સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ષ 2019 ના વિવિધ પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો છે. આ પ્રશ્નો તમને આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બિન સચિવાલય ક્લાર્ક ,તલાટી કમ મંત્રી ,જુનિયર ક્લાર્ક વગેરે જેવી વર્ગ-૩ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આ ટેસ્ટમાં ગુજરાતી વ્યાકરણ ના વિવિધ મુદ્દાઓ જેવાકે નિપાત ,શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ ,વિભક્તિ ,તળપદા શબ્દનું શિષ્ટ રૂપ, છંદ ,અલંકાર, કહેવત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 2 લિંક નીચે આપેલ છે.



જો ટેસ્ટ બાબતે તમારા કોઈ સૂચન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથ જો તમે અમારી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય નીચેની લીંક પર ક્લિક કરી ટેલિગ્રામ માં જોડાઈ શકો છો


Online competitive exam preparation



આવા જ બીજા ટેસ્ટ આપવા માટે તમે અમારા હોમ પેજ ની મુલાકાત લઇ શકો છો જેની લીન્ક નીચે છે


ઇંગ્લિશ ગ્રામર ને લગતા વીડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો

https://www.youtube.com/playlist?list=PL3_K_iEixD79qrv4BndoWZumD50uKM5f7

ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 1ની આન્સર કી નીચે મુજબ છે.


ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ૧



1. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.
- ઓશ
(1 point)
     લોથું
     છાતી
     ઝાકળ
     વલ

2. રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો
- છણકો કરવો
(1 point)
      પ્રેમ વ્યક્ત કરવો
     બીક બતાવવી
     અણગમો વ્યક્ત કરવો
     અણગમો વ્યક્ત ન કરવો

3. નીચે આપેલ શબ્દ નો સમાસ ઓળખાવો.
યથાશક્તિ
(1 point)
      બહુવ્રીહિ
     અવ્યવીભાવ
     દ્વિગુ
     કર્મધારય

4. નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો
- દિયાનને માત્ર બોનવિટા જ ભાવે છે.
(1 point)
     માત્ર
     ને
     
     ઉપરોક્ત a અને c બંને

5. સંધિ છોડો
પ્રોત્સાહન
(1 point)
     પ્ર + ઉદ + સાહન
     પ + ઉદ્ + સાહન
     પ્ર + ઉપ + સાહન
     પ્ર + ઉદ્ + સાહન

6. સંધિ જોડો
હિત + એષી
(1 point)
     હિતેષી
     હિતૈષી
     હિતૌષી
     હિતૈશી

7. નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો
- પરમરાજ ઘરમાં રમતી.
(1 point)
     પરમરાજથી ઘરમાં રમાતું
     પરમરાજથી ઘરમાં રમાશે
     પરમરાજથી ઘરમાં રમાય છે
     પરમરાજ ઘરથી રમાતું

8. નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો
કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ.
(1 point)
     કાનજીભાઈ નોટોની તિજોરી ગોઠવી
     કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી
     કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે
     કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવશે

9. નીચે આપેલ કહેવત નો સાચો અર્થ વિકલ્પ શોધો.
- મૂછ પહેલા માંડવી
(1 point)
     મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
     યોગ્યતા વિનાના તરંગો કરવા
      મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે
      યોગ્ય તરંગો કરવા

10. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારે પાછી સોપવી તે.
(1 point)
     ગણોત
     શિક્ષાકર
     માધુરી
     માદળુંં

  Thank you for visiting my blog 🙏

Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post