Degree of Comparison

Hello friends, welcome to pragati educare. Today we will discuss about degree of comparison.
Lets see some examples and then understand them. 

                                

1) Narendra Modi is as powerful as Donald Trump.
2) Ram is greater than Ravan.
3) The Statue of Unity is the tallest statue in the world.

            Degree of Comparison એટલે તુલનાની કક્ષાઓ. સામાન્ય રીતે આપણે ત્રણ પ્રકારની તુલના કરીએ છીએ.
એક તુલના એવી હોય છે. જેમાં એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુની સમાન છે.
બીજી તુલના એવી હોય જેમાં એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં ચડિયાતું  દર્શાવવામાં આવે છે. અને
ત્રીજા પ્રકારની તુલનામાં એક વ્યક્તિ કે વસ્તુને કોઈ એક સમૂહ કરતા ચડિયાતું દર્શાવવામાં આવે છે. 
આ રીતે તુલના એટલે કે સરખામણી ત્રણ પ્રકારે થઈ શકે છે.  હવે આપણે ઉપરના ઉદાહરણ સમજીએ અને અંગ્રેજી વ્યાકરણમાં કેવી રીતે Degree of comparison  નો ઉપયોગ થાય છે.  તે ના કેટલા પ્રકાર છે અને કયા કયા ? એ પણ સમજીએ.

 ઉદાહરણ 1 માં નરેન્દ્ર મોદી એ ડોનાલ્ડ ટ્રમ્પ જેટલા જ શક્તિશાળી છે.  આ વાક્યમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ  વચ્ચે સમાનતા દર્શાવવામાં આવી છે. 


ઉદાહરણ 2 માં જોઈએ, રામ એ રાવણ કરતા મહાન છે.  તો આ વાક્યમાં રામને રાવણ કરતા ચડિયાતો દર્શાવવામાં આવ્યો છે. 


3જા ઉદાહરણની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે.  આ વાક્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની બાકી બધી પ્રતિમાઓ કરતા  ચડિયાતી દર્શાવવામાં આવી છે.


ઉદાહરણો ઉપરથી આપણને ખ્યાલ આવે કે અંગ્રેજી ગ્રામર માં  તુલના ની ત્રણ કક્ષાઓ છે.


Click Here To Watch The Video


તુલાના હંમેશા વિશેષણ કે ક્રિયાવિશેષણ  દ્વારા થાય છે.


Rahul is a clever boy.

 રાહુલ હોશિયાર છોકરો છે .આપેલ વાક્યમાં હોશિયાર એ વિશેષણ છે. કારણકે હોશિયાર એ રાહુલ નામના અર્થમાં વધારો કરે છે.

Rahul runs fast.

 રાહુલ ઝડપી દોડે છે. આપેલ વાક્યમાં ઝડપી એ ક્રિયા વિશેષણ છે.  કારણ કે ઝડપી એ દોડવાની ક્રિયાના અર્થમાં વધારો કરે છે.


Rahul is as clever as Ramesh.

રાહુલ રમેશ જેટલો જ હોશિયાર છે.

Rahul runs faster than Ramesh

 રાહુલ રમેશ કરતા વધુ ઝડપી દોડે છે.


There are three degrees of comparison in English grammar.

1) Positive Degree -

એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુની સમાન છે તેવું દર્શાવવા વપરાય છે.
2) Comparative Degree -
એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં ચડિયાતી છે એવું દર્શાવવા વપરાય છે.
3) Superlative Degree -
એક વ્યક્તિ કે વસ્તુ બીજા કોઈ સમૂહ કરતા ચડિયાતી છે તેઓ દર્શાવાય છે.

Positive Degree

એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુની સમાન છે તેવું દર્શાવવા વપરાય છે.
હકાર વાક્ય માં  as  વિશેષણ/ ક્રિયાવિશેષણ  as મૂકવામાં આવે છે અને નકાર વાક્ય માં so વિશેષણ/ ક્રિયાવિશેષણ as મુકવામાં આવે છે.
Noun/pronoun + verb + so + adjective/adverb +as + Noun/ pronoun.

1. Katrina is as tall as Deepika.

કેટરીના દીપિકા જેટલી જ ઊંચી છે.

2. Kerala is not so big as Gujarat.

કેરલ એ ગુજરાત જેટલું મોટું નથી.

3. He plays as well as I.
તે મારા જેટલું જ સારું રમે છે.

Comparative Degree

એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં ચડિયાતી છે એવું દર્શાવવા વપરાય છે.
વિશેષણ ને er પ્રત્યય કે વિશેષણ પહેલા more પછી than મુકવામાં આવે છે.

Noun/pronoun + verb + adjective/adverb-er or more adjective/adverb + than +Noun/pronoun.

1. I am stronger than he.
હું તેના કરતા વધુ શક્તિશાળી છું.
2. Narmada river is longer than Tapi river.
નર્મદા નદી તાપી નદી કરતા વધુ લાંબી છે.
3. Kesraj writes more slowly than Paresh.
કેસરાજ પરેશ કરતા વધુ ધીમું લખે છે.

Transformation

1. બન્ને કરતાં અદલ-બદલ થાય છે.  સર્વનામ માં કોઈ ફેરફાર થતો નથી એટલે કે I  નું me  થતું નથી.

2. Positive degree  નું વાક્ય હકાર હોય તો comparative degree  નુ વાક્ય નકાર બને છે. Positive degree  નું વાક્ય નકાર હોય તો comparative degree  નું વાક્ય હકાર બને છે.

3. વિશેષણ ને er   પ્રત્યય અથવા વિશેષણ ની આગળ more  લાગે છે.

4. As..as  કે so…as  નીકળી જાય છે.

5. વિશેષણ પછી than  મુકાય છે.


1. She is as pretty as a rose.
A rose is not prettier than she.
2. Janak is not so tall as Dashrath.
Dashrath is taller than janak.

આવી જ રીતે comparative degree  ના વાક્યને positive degree  માં ફેરવીએ ત્યારે er  અને than  નીકળી જાય છે.  વાક્ય હકાર બને તો વિશેષણ આજુબાજુ as...as  મુકાય છે આને નકાર બને તો so...as  મુકાય છે.


1. Darshan is stronger than Parimal.

Parimal is not so strong as Darshan.

2. Patan is not hotter than Banaskantha.

Banaskantha is as hot as Patan.








Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post