ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 3 માં 10 બહુ વૈકલ્પિક પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવેલો છે. આ ટેસ્ટમાં આ ટેસ્ટમાં લેવામાં આવેલા દસ પ્રશ્નો ગુજરાત ગવર્મેન્ટ ની સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ષ 2019 ના વિવિધ પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો છે. આ પ્રશ્નો તમને આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બિન સચિવાલય ક્લાર્ક ,તલાટી કમ મંત્રી ,જુનિયર ક્લાર્ક વગેરે જેવી વર્ગ-૩ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આ ટેસ્ટમાં ગુજરાતી વ્યાકરણ ના વિવિધ મુદ્દાઓ જેવાકે નિપાત ,શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ ,વિભક્તિ ,તળપદા શબ્દનું શિષ્ટ રૂપ, છંદ ,અલંકાર, કહેવત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 3 લિંક નીચે આપેલ છે.
જો ટેસ્ટ બાબતે તમારા કોઈ સૂચન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથ જો તમે અમારી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય નીચેની લીંક પર ક્લિક કરી ટેલિગ્રામ માં જોડાઈ શકો છો
Pragati Educarehttps://t.me/pragatiedu
આવા જ બીજા ટેસ્ટ આપવા માટે તમે અમારા હોમ પેજ ની મુલાકાત લઇ શકો છો જેની લીન્ક નીચે છે
ઇંગ્લિશ ગ્રામર ને લગતા વીડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો
https://www.youtube.com/channel/UCJQAc4b0xkbkZczdW4EbXog
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 1ની આન્સર કી નીચે મુજબ છે.
Pragati Educare
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 1ની આન્સર કી નીચે મુજબ છે.
Gujarati Grammar Test 2
1. | નીચેનામાંથી વ્યાજસ્તુતિ અલંકાર કયો છે? | (1 point) |
⚫ | આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે | |
◯ | નૃપો વિરમ્યા અવ તો મહાલયે | |
◯ | બાપુ હૃદય ફુલ થી એ કોમળ હતું | |
◯ | વદન સુધાકરને રહું નિહાળી |
2. | "થોડીક ચા લેશો કે" - ઘટ દોરેલો શબ્દ કયો નિપાત છે? | (1 point) |
◯ | વિનય વાચક નિપાત | |
◯ | સીમા વાચક નિપાત | |
◯ | ભારવાચક નિપાત | |
⚫ | પ્રકીર્ણ નિપાત |
3. | નીચે આપેલ શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. શાશ્વત | (1 point) |
⚫ | ક્ષણિક | |
◯ | કાયમી | |
◯ | સ્થાવર | |
◯ | હંમેશ માટે |
4. | નીચે આપેલ પદ શબ્દનું શિષ્ટરૂપ આપો. પાસલો | (1 point) |
◯ | પાંસળી | |
◯ | પાછળ | |
⚫ | જાળ | |
◯ | દૂર |
5. | નીચેના પૈકી કઈ કહેવત "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ આપતી નથી. | (1 point) |
◯ | પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય | |
◯ | કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી | |
◯ | દોરડી બળે પણ વળ ન મૂકે | |
⚫ | લોભે લક્ષણ જાય |
6. | 'નસમરસલગા' કયાં છંદનું બંધારણ છે? | (1 point) |
◯ | પૃથ્વી | |
◯ | શિખરિણી | |
⚫ | હરિણી | |
◯ | પોલીસ |
7. | આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ | (1 point) |
◯ | અજર | |
⚫ | જાંગડ | |
◯ | શરાફ | |
◯ | થાપણ |
8. | શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ટચલી આંગળી પાસેની આંગળી | (1 point) |
◯ | પ્રથમા | |
◯ | મધ્યમા | |
⚫ | અનામિકા | |
◯ | તર્જની |
9. | વિષ્ણુએ પાંજરૂ ખોલ્યું ઘાટા પદની વિભક્તિ જણાવો. | (1 point) |
⚫ | પ્રથમા | |
◯ | ષષ્ઠી | |
◯ | દ્વિતીયા | |
◯ | તૃતીયા |
10. | છપ્પા એટલે ......... | (1 point) |
◯ | છ પંક્તિ વાળો કાવ્ય પ્રકાર | |
◯ | એમાં રોળા છંદની ચાર અને ઉલ્લાળા છંદની બે પંક્તિઓ હોય છે | |
◯ | અખાએ છપ્પા માં ચોપાઈ છંદ નો પ્રયોગ કર્યો છે | |
⚫ | ઉપરના તમામ |