Present Continuous Tense in Gujarati | Progressive Tense | ચાલુ વર્તમાનકાળ |What is present continuous tense with examples?
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આ પોસ્ટમાં આપણે
ચાલુ વર્તમાનકાળ/ Present continuous Tense/ present progressive tense નો
ઉપયોગ (Use) ,
ઉદાહરણો (examples) ,
વાક્ય રચના (sentence pattern) અને તેને ઓળખવાના
સમયસૂચક શબ્દો (Keywords) નો ખ્યાલ મેળવીશું.
ઉપયોગ (Use) ,
ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ વર્તમાનમાં એટલે કે અત્યારે કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા થાય છે.
Examples
- Priya is singing a song now.
- પ્રિયા અત્યારે ગીત ગાઈ રહ્યી છે.
- You are learning Englilsh at this time.
- આ સમયે તમે અંગ્રેજી શીખી રહ્યા છો.
- I am writing this post now.
- હું અત્યારે આ પોસ્ટ લખી રહ્યો છું.
ઉપરનાં વાક્યોનાં આધારે કયા કર્તા સાથે કયું ક્રિયાપદ આવશે તે જોઈએ.
કર્તા - ક્રિયાપદ
કાર્તા | ક્રિયાપદ |
---|---|
I | am + v-ing |
He/She/It | is + v-ing |
We/You/They | are + v-ing |
સમયસુચક શબ્દો
now, at this time, at this moment, while, કે વાક્યની શરૂઆત Listen, Hear, Watch, Run, Look જેવા ક્રિયાપદ થી થતી હોય તો તે ચાલુ વર્તમાનકાળ સૂચવે છે.
વાક્ય રચના
હકાર વાક્ય રચના
કર્તા + am/is/are + V-ing + કર્મ / અન્ય શબ્દો.
examples
1) They are playing carrom now.
તેઓ અત્યારે કેરમ રમી રહ્યા છે.
2) Meena is reading a story book.
મીના વાર્તાની ચોપડી વાંચી રહી છે.
3) I am checking my e-mails.
હું મારા ઈમેલ તપાસી રહ્યો છું.
નકાર વાક્ય રચના
કર્તા + am/is/are + not + V-ing + કર્મ / અન્ય શબ્દો.
1) They are not playing carrom now.
તેઓ અત્યારે કેરમ રમી રહ્યા નથી.
2) Meena is not reading a story book.
મીના વાર્તાની ચોપડી વાંચી રહી નથી.
3) I am not checking my e-mails.
હું મારા ઈમેલ તપાસી રહ્યો નથી.
પ્રશ્નાર્થ વાક્ય રચના
સહાયકારક ક્રિયાપદ થી પ્રશ્નાર્થ / ઉલટ પ્રશ્નો
Am/Is/Are + કર્તા + not + V-ing + કર્મ / અન્ય શબ્દો?
1) Are they playing carrom now?
શું તેઓ અત્યારે કેરમ રમી રહ્યા છે?
2) Is Meena reading a story book?
શું મીના વાર્તાની ચોપડી વાંચી રહી છે?
3) Is Neel checking his e-mails?
શું નીલ તેના ઇ-મેલ ચેક કરી રહ્યો છે?
Wh-શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય રચના
Wh-શબ્દ + am/is/are + કર્તા + V-ing + કર્મ/અન્ય શબ્દો?
1) What are they playing now?
તેઓ અત્યારે શું કરી રહ્યા છે?
2) Why is he going to Gandhinagar?
તે શા માટે ગાંધીનગર જઈ રહ્યો છે?
3) What is Paresh doing?
પરેશ શું કરી રહ્યો છે?
Tags:
Tenses