નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાની છે તારીખ 05/07/2020 ના કરંટ અફેર્સ વિશે….
Topic - પ્રેરક દૌર સન્માન :
સ્વચ્છ સર્વેક્ષણ 2021 ના ભાગ રૂપે આ એવોર્ડ શરૂ કરાયો છે.
કચરાનો યોગ્ય નિકાલ, રિસાયક્લિંગ, શહેરોનું હાઇજીન વગેરેને આધારે શહેરોને આ એવોર્ડ આપવામાં આવશે.
- આ એવોર્ડ પાંચ કેટેગરીમા આપવામાં આવશે.
1) દિવ્ય ( પ્લેટિનિયમ)
2) અનુપમ ( ગોલ્ડ)
3) ઉજ્વલ (સિલ્વર)
4) ઉદિત ( બ્રોન્ઝ )
5) આરોહી (Aspiring)
Ministry of Housing & Urban Affairsદ્વારા આ એવોર્ડ આપવામાં આવશે.
Topic - હુલ દિવસ
આજના ઝારખંડમાં સંથાલ જાતિના આદિવાસીઓ એ અંગ્રેજો અને જમીનદારી પ્રથા ગમે બળવો કર્યો હતો.
આ બળવો 30 જૂન, 1855 માં શરૂ થયો જે 1856 માં આ બળવાને અંગ્રેજો દ્વારા કચડવામાં આવ્યો.
આ બળવાની આગેવાની ચાર વ્યક્તિઓએ લીધી હતી, જેને મુરમું ભાઈઓ તરીકે ઓળખાય છે. તેઓના નામ સિંધુ , કોન્હું , ચાંદ અને ભૈરવ છે.
આ બળવો ભોગનાંદી ગામમાં સાહેબગંજ જિલ્લામાં ઝારખંડ રાજ્યમાં સંથાલુંઓએ કર્યો હતો.
30 જૂનને ભૂલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોવિડ -19 ને લીધે ઉજવણી મોકુફ રાખી હતી.
Topic - ડિફેન્સ એકવીસ્ટિશન કાઉન્સિલ
ભારત-ચીન વિવાદ અંતર્ગત ડિફેન્સ એકવીસ્ટિશન કાઉન્સિલએ નીચેના સાધન ખરીદવાની મંજૂરી આપી.
12 સુખોઈ વિમાન
21 મિંગ -29 વિમાન
59 મિંગ -29 વિમાનનું અપગ્રેડેશન
અસ્ત્ર મિસાઈલ
પીનાકા રોકેટ સિસ્ટમ
આ સાધનો માટે લગભગ 29 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.
.પીનાકા રોકેટ સિસ્ટમ :
આ એક આર્ટિલરી રોકેટ સિસ્ટમ છે.
તે 40 સેકન્ડમાં એક સાથે 12 રોકેટ લાદી શકવાની ક્ષમતા દર્શાવે છે.
અસ્ત્ર મિસાઈલ :
BVRAAM (Beyond Visual Range Air to Air Missile)એટલે કે હવામાંથી હવામા એટેક કરવા માટે ઉપયોગ થાય છે.
આ અસ્ત્ર મિસાઇલને સુખોઈ વિમાનમાં લગાવવાની મંજૂરી અપાઇ છે.
સામાન્ય રીતે સુપરસોનિક એર ક્રાફટને ટાર્ગેટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે.